પ્લાસ્ટિક કલેક્શન

પ્રોજેક્ટ અંતર્ગત પાંચ ગામ માં પ્લાસ્ટિક કલેક્શન નું કામ ચાલી રહ્યું છે જેની શરૂઆત એપ્રિલ મહિના થી શરૂઆત કરવામાં આવી હતી. પ્રોજેક્ટ ટીમ દ્વારા પાંચે ગામ માં દર પંદર દિવસે પ્લાસ્ટિક કલેક્શન કરવામાં આવે છે જેમાં શરૂઆત માં ખુબ જ મુશ્કેલી પડી ટીમ ને હાલ માં ગામ ના લોકો ,મહિલાઓ નો ખુબજ સાથ સહકાર મળી રહે છે અને ગામ માં શેરી ઓ પણ ચોખી જોવા મળે છે ગામ મી મહિલાઓ ના હાલ ના સમય માં ખુબ જ સાથ સહકાર મળી રહે છે. પાંચે ગામ નું એક સામુદાયિક ગ્રુપ બનાવેલું છે જેમાં વિગતે જે દિવસે પ્લાસ્ટિક કલેક્શન કરવાનું હોય તે અગાઉ થી ગ્રુપ માં જાણ કરી ને લોકો સુધી સંદેશો પહોચાડી ને બીજા દિવસે પ્લાસ્ટિક કલેક્શન નું આયોજન કરીએ છીએ. પ્લાસ્ટિક કલેક્શન હાલ માં એવો મુદ્દો બની ગયો છે શરૂઆત માં એક કિલો પ્લાસ્ટિક ની સામે એક કપડા ધોવાનો સાબુ આપતા હતા અને હાલ માં જુન મહિના થી એક કિલો પ્લાસ્ટિક સામે બે કપડા ધોવાના સાબુ આપીએ છીએ. હાલ માં પાંચે ગામ ની મહિલાઓ નો ખુબ જ સાથ સહકાર મળી રહે છે અને બીજા બહેનો એ પણ જાણ કરતા હોય છે. પ્લાસ્ટિક સામે સાબુ આપવાથી ગામ માં ખુબ જ ચોખ્ખાઈ જોવા મળે છે. ગામ ની શેરીઓ , ફળિયા ખુબ જ સાફ જોવા મળે છે.
પ્લાસ્ટિક કલેક્શન કરવા માટે ટીમ દ્વારા લોકો માં જાગૃતિ લાવવા માટે શાળા ના બાળકો સાથે રાખીન ને ગામ ફરતે રેલી નું આયોજન કરવામાં આવે છે અને સ્વચ્છતાના નારા લગાવવામાં આવે છે,
ટીમ દ્વારા પ્લાસ્ટિક કલેક્શન ઉપર મિટિંગ નું આયોજન કરવામાં આવે છે જેમાં બહેનો વધારે જાગૃત થાય અને બીજા બહેનો સુધી સંદેશો પહોચે તે હેતુ થી મિટિંગ કરવામા આવે છે.

શરૂઆત થી લઇ ને અત્યાર સુધી નું પ્લાસ્ટિક કલેક્શન નીચે મુજબ છે.

ક્રમાંક  મહિના  પ્લાસ્ટિક કલેક્શન 
1  મે  238
2 જુન  433
3 જુલાઈ  414.5
4 ઓગસ્ટ  635
5 સપ્ટેમ્બર  590.5
6 ઓક્ટોમ્બર  654.5
7 નવેમ્બર  736.9
8 ડીસેમ્બર  710