જળ સંરક્ષણ

પ્રોજેક્ટ અંતર્ગત પાંચ ગામ માં વરસાદી પાણી ના અલગ-અલગ સ્ટ્રકચર બનાવેલા છે જેમાં વરસાદી પાણી પીવાથી લાભદાયક ફાયદા થાય તે હેતુ થી પાંચ ગામ માં વરસાદી પાણી ના ટાંકા બનાવવામાં આવ્યા છે.
વરસાદી પાણી ના ટાંકા ગામ માં અમુક લાભાર્થી ને ત્યાં બનાવવામાં આવ્યા છે જેમાં ચાર ગામ માં જે ટાંકા બનાવ્યા છે તેની કેપીસીટી 15000 લીટર ની છે અને હાલ માં ચાંદરડા પ્રાથમિક શાળા માં 50000 લીટર નો ટાંકો બનાવવામાં આવ્યો જેમાં શાળા ના બાળકો અને આજુ બાજુ ના કોમ્યુનીટી ના લોકો વરસાદી પાણી નો ઉપયોગ કરી રહ્યા છે.
વરસાદી પાણી અને ગામ ના પાણી ની સ્થિતિ ને લઇ ને (વાસ્મો) માંથી અધિકારી ને બોલાવી ને ગામ લોકો ને પાણી વિશે સમજ આપવામાં આવે છે જેમ કે દિવસ દરમિયાન કેટલું પાણી એક વ્યક્તિ ને જોઈ એ, પશુ ને જોઈએ તે વિગતે અધિકારી દ્વારા માહિતી અને સમજ આપવામાં આવતી હોય છે. અવાર નવાર પ્રોજેક્ટ ના ગામો માં ટીમ દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવે છે લોકો અને મહિલાઓ ને પાણી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે.
મહત્વ નો રોલ ગામ માં બોર ઓપરેટર નો રહે છે જેમાં તે દિવસ દરમિયાન કેટલા કલાક સુધી પાણી ગામ માં છોડે છે તે વિગત રજીસ્ટર માં નોધ કરે છે. ટીમ તેમને અવાર નવાર સાથ સહકાર આપે છે બોર ઓપરેટર ને અલગ થી ટી.ડી.એસ. મીટર આપેલું છે જેના થી ખ્યાલ આવે કે પાણી પીવા લાયક છે કે કેમ તે જોવા માં આવે છે.
બોર ઓપરેટર ને સાથે રાખી ને ટીમ દ્વારા ગામ માં પાણી ની જે ટાંકી હોય છે તેને ત્રણ મહીને એક વાર સાફ સફાઈ કરવાનું આયોજન હોય છે જે નિયમિત રીતે ત્રણ મહીને સાફ સફાઈ થાય છે અને બોર ઓપરેટર દ્વારા બોર ના પાણી માં દર બે દિવસે કલોરીનેશન કરવામાં આવે છે.