ડિજિટલ રેઈન ગેજ મીટર

પ્રોજેક્ટ અંતર્ગત હાલ માં પ્રોજેક્ટ ના પાંચે ગામો માં પ્રાથમિક શાળા માં રેઈન ગેજ મીટર (વરસાદ માપક યંત્ર) ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે જેનાથી ગામ માં માં કેટલો વરસાદ પડ્યો છે તે ડિજિટલ રેઈન ગેજ મીટર દ્વારા જાણવા મળશે.

રેઈન ગેજ મીટર (વરસાદ માપક યંત્ર) વાયરલેશ ડિજિટલ હોવાથી તેમાં કેટલા ઇંચ વરસાદ, હવામાન, તાપમાન. તારીખ, સમય દર્શાવે છે તે વિગતે પ્રાથમિક શાળા ના બાળકો ને સમજાવવા માં આવે છે અને ઘરે જઈને એમના માતા-પિતા ને કહી શકે કે આજે આપડા ગામ મા આટલા ઇંચ વરસાદ, હવામાન, તાપમાન આટલું હતું. શાળા માં ઇન્સ્ટોલ કર્યા પહેલા ટીમ દ્વારા ધોરણ 6 થી 8 ના બાળકો સાથે આ યંત્ર કઈ રીતે કામ કરે છે વિગતે સમજ આપીને ઇન્સ્ટોલ કરવામાં આવે છે જેથી બાળકો ને ખ્યાલ આવે અને બીજા બાળકો સુધી તે વાત પહોચાડે અને ઘરે પણ માતા-પિતા ને કહી શકે.

રેઈન ગેજ મીટર (વરસાદ માપક યંત્ર) નો મુખ્ય ઉદેશ ગામ માં ખેડૂતો ને ખ્યાલ આવે કે આજે આટલા ઇંચ ગામ માં વરસાદ પડ્યો છે તે હેતુ થી રેઈન ગેજ મીટર (વરસાદ માપક યંત્ર) ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.