શિવણ તાલીમ

પ્રોજેક્ટ અંતર્ગત પાંચ ગામ માં ગામ ની મહિલાઓ માટે શિવણ અને બ્યુટી પાર્લર ની તાલીમ આપવામાં આવે છે જેમાં ત્રણ મહિના ની તાલીમ હોય છે અને તાલીમ પૂરી થયા બાદ બહેનો ને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. 18 થી 45 વર્ષ ની બહેનો ને તાલીમ આપવામાં આવે છે.

શિવણ ની તાલીમ માં બહેનો ને (ક્લોથ, બેગ, લંગોટ, ટોપી, ઓસીંકા કવર, ચડ્ડો, ચદરો, લેગો, બેબી ટ્રોક, અમ્રેલા ફ્રોક, ચપટી વાળું ફ્રોક, ક્લોથ બેગ, સાદું ટોપ, પંજાબી ટોપ, પંજાબી સલવાર, કુર્તિ, સાદો બ્લાઉઝ, કટોરી વાળો બ્લાઉઝ, પ્રિન્સેસ કટ બ્લાઉઝ, પેટર્ન વાળો બ્લાઉઝ) વગેરે ત્રણ મહિના દરમિયાન બહેનો ને તાલીમ આપવામાં આવે છે. બહેનો ને તાલીમ આપ્યા બાદ તે ઘરે બેસી ને કેટલી કામગીરી અને ઓર્ડર લે છે તે પણ ટીમ દ્વારા નોધ કરવામાં આવે છે.

જે બહેનો એ તાલીમ લીધી છે તે નીચે મુજબ છે.

શિવણ તાલીમાર્થી બહેનો નું લીસ્ટ

ક્રમાંક ગામ લાભાર્થી સમય ગાળો (મહિનો)
1 ઘુમાસણ 20 10/11/2022
2 ચાંદરડા 20 10/11/2022
3 બોરીસણા 20 20/12/2022
4 વડાવી 40 15/05/2023
5 રાજપુર 20 5/10/2023
6 ઘુમાસણ 20 5/10/2023
કુલ 140