પોઝિટિવ સ્ટોરી/ સકારાત્મક વાર્તા

જલનિધિ પ્રોજેકટ અંતર્ગત પાંચ ગામોમાં વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં બાળકોને વિના મુલ્યે કોમ્પ્યુટર શિક્ષણની તાલીમ આપવામાં આવે છે જે મહત્વનો પાયો ગણાય છે. બાળકોને કોમ્પ્યુટર માં પ્રાથમિક માહિતી જેમ કે (વર્ડ, એક્સેલ, જીમેલ) ભાગો વગેરેને ધ્યાનમાં રાખીને શીખવવામાં આવે છે અને બાળકો જે શીખવવામાં આવ્યું છે તે સરળતાથી સમજી શકે છે. સાહેબો, બાળકોને કોમ્પ્યુટરનું વિનામૂલ્યે જ્ઞાન આપવામાં આવતું હોવાથી તમામ ગણ ખુશ છે.