શિક્ષણ
શિક્ષણ ને લઈને પ્રોજેક્ટ માં ગત વર્ષે પાંચ પ્રાથમિક શાળા માં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) સંસ્થા ના ટીમ દ્વારા પાંચ પ્રાથમિક શાળાના ધોરણ 8 ના બાળકો ને વિના મુલ્યે કમ્પ્યુટર ની તાલીમ આપવામાં આવી હતી જેમાં કુલ ૧૯૮ વિધાર્થીઓ ને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ નો સમય ગાળો ત્રણ મહિના નો હોય છે ત્રણ મહિના દરમિયાન બાળકો ને તાલીમ આપવામાં આવે છે.
કમ્પ્યુટર તાલીમ માં બેજીક માહિતી જેવી કે (કમ્પ્યુટર નો પરિચય, એમ.એસ વર્ડ,પેઈન્ટ, એમ.એસ.એક્સલ,પાવર પોઈન્ટ અને ઇન્ટર નેટ નો ઉપયોગ જીમેલ વગેરે)
બાળકો ને શરૂઆત થી કમ્પ્યુટર નું શિક્ષણ મળી રહે તે હેતુ થી સંસ્થા અને કંપની નો મુખ્ય ઉદેશ છે તે ઉદેશ થી બાળકો ને કમ્પ્યુટર ની વિના મુલ્યે ત્રણ મહિના દરમિયાન તાલીમ આપવામાં આવે છે. હાલ માં ઘુમાસણ ગામ ના કોમ્યુનીટી ના 20 બાળકો ને કમ્પ્યુટર ની તાલીમ આપવામાં આવી હતી. હાલ માં જે બાળકો ને કમ્પ્યુટર ની તાલીમ આપી તે કોલેજ માં જતા બહેનો અને 10 પાસ કરેલ વિદ્યાર્થીઓ ને તાલીમ આપવામાં આવી.
હાલ માં જે 20 બાળકો ને તાલીમ આપવામાં આવી તેમાં કમ્પ્યુટર નો પરિચય, એમ.એસ વર્ડ,પેઈન્ટ, એમ.એસ.એક્ક્ષલ,પાવર પોઈન્ટ અને ઇન્ટર નેટ નો ઉપયોગ જીમેલ , કેનવા , સરકારી ઓનલાઈન ફોર્મ ભરવા વગેરે શીખવવામાં આવ્યું હતું.
પ્રાથમિક શાળા ના બાળકો એ ભાગ લીધો હતો તે ગામ, શાળા અને સંખ્યા નીચે પ્રમાણે છે
ક્રમ | પ્રાથમિક શાળા નું નામ | ધોરણ | સંખ્યા | સમયગાળો | ગામ |
1 | ઘુમાસણ પ્રાથમિક શાળા | 8 | 52 | 3 મહિના | ઘુમાસણ |
2 | ચાંદરડા પ્રાથમિક શાળા | 8 | 41 | 3 મહિના | ચાંદરડા |
3 | બોરીસણા પ્રાથમિક શાળા | 8 | 42 | 3 મહિના | બોરીસણા |
4 | વડાવી અનુપમ શાળા | 8 | 46 | 3 મહિના | વડાવી |
5 | રાજપુર પ્રાથમિક શાળા | 8 | 17 | 3 મહિના | રાજપુર |
6 | ઘુમાસણ કોમ્યુનીટી ના વિદ્યાર્થીઓ | નોધ: કોલેજ , 10 પાસ | 20 | 3 મહિના | ઘુમાસણ |
કુલ સંખ્યા | 218 |
શાળા માં મહત્વ પૂર્ણ દિવસો ની ઉજવણી જેમ કે જન્મ દિવસ, યોગ દિવસ, વિજ્ઞાન દિવસ, જળ દિવસ, પર્યાવરણ દિવસ વગેરે :
શાળા માં વિવિધ મહત્વ ના દીવસો જેવા કે વિદ્યાર્થીઓ નો જન્મ દિવસ, પર્યાવરણ દિવસ, જળ દિવસ, યુવા દિવસ વગેરે ની ઉજવણી કરવામાં આવે છે. મહત્વ , હેતુ અને બાળકો ને અલગ – અલગ દિવસો પાછળ નું શિક્ષણ પ્રવૃત્તિઓ દ્વારા શીખવવામાં આવે છે અને પછી તેઓ તેને તેમના જીવન માં સદ ઉપયોગ કરે તે માટે પ્રેરિત કરવામાં આવે છે.
પ્રાથમિક શાળા ના પાંચ થી આઠ ના બાળકો ને અવાર નવાર પ્રોજેક્ટ ટીમ દ્વારા મહત્વના દિવસો ની ઉજવણી કરવામાં આવે છે જેમ કે ગત વર્ષે યુવા દિવસ, ગાંધી જયંતિ દિવસ નિમિત્તે શાળાઓ માં ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો સાથે વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરે આયોજન કરી ને બાળકો ને એક થી ત્રણ નંબર સુધી ઇનામ આપવામાં આવે છે જેમાં શિક્ષણ ને લગતી કીટ આપવામાં આવે છે અને બીજા બાળકો એ ભાગ લીધો હોય જે તે ધોરણ ના બાળકો હોય એમને પણ બોલ પેન આપી ને સન્માન આપવામાં આવે છે.
હાલ માં 5 જુન 2023 વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોમ્યુનીટી ના બાળકો, માધ્યમિક શાળા ના ધોરણ 11 ના બાળકો સાથે રાખીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
કોમ્યુનીટી ના બાળકો ને સાથે રાખી ને પ્લાસ્ટિક ની બોટલો માંથી વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવી હતી જેમાં સરસ વસ્તુઓ બની હતી એવા બાળકો ને ઇનામ આપવામાં આવ્યું હતું એક થી પાંચ નંબર આપવામાં આવ્યા હતા. અને બીજા બાળકો ને બોલ પેન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
ધોરણ 11 ના બાળકો અને કોમ્યુનીટી ના બાળકો સાથે રાખી ને ગામ માં ફળીયે ફળીયે રેલી નું આયોજન કરેલ હતું જેમાં પર્યાવરણ અને સ્વચ્છતા ને લઇ ને બાળકો દ્વારા નારા લગાવવા માં આવ્યા હતા અને ગામ ના લોકો ને પર્યાવરણ વિશે જાગૃતિ મળી રહે તે હેતુ થી રેલી ગામ ફરતે કરવામાં આવી હતી.
હાલ માં ગાંધી જયંતિ નિમિત્તે પાંચ ગામ ની પ્રાથમિક શાળા ના ધોરણ 8 ના બાળકો સાથે સ્વચ્છતા વિશે વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં દરેક શાળા માંથી પાંચ પાંચ બાળકોને સ્વચ્છતા વિશે બોલવાનું કહ્યું તેમાં બધા બાળકો એ ખુબ જ સરસ વાત કરી હતી અને એક થી પાંચ નંબર આપવામાં આવ્યા હતા જેમાં શિક્ષણ ની કીટ આપવામાં આવી હતી.