પુસ્તક પરબ: કોમ્યુનિટી રિસોર્સ સેન્ટર લાઇબ્રેરી
પુસ્તકાલય દ્વારા યુવાનો, બાળકો અને લોકોમાં શિક્ષણનું વાતાવરણ ઊભું કરવામાં આવશે, જ્યાં કેન્દ્રમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારના પુસ્તકો, અખબારો, સામયિકો વગેરે ઉપલબ્ધ થશે. તેનું સંચાલન પ્રોજેક્ટ ટીમ દ્વારા કરવામાં આવે છે અને લોકોને સમયાંતરે માર્ગદર્શન આપવામાં આવે છે.
પ્રોજેક્ટ ટીમ દ્વારા હાલ માં મહિના માં દર પંદર દિવસે પુસ્તક પરબ નું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળા, માધ્યમિક શાળા, ગામ ના ફળીયે ભાગોળે, ગ્રામ પંચાયત જેવી વિવિધ જગ્યાએ પુસ્તક પરબ નું આયોજન કરવામાં આવે છે અને તેમાં વડીલો, યુવાનો, ગામ ની મહિલાઓ અને વિધાર્થીઓ ભાગ લે છે. હાલ માં એપ્રિલ મહિના થી પુસ્તક પરબ નું આયોજન કરવામાં આવ્યું હતું જે સંખ્યા નીચે મુજબ છે.
ક્રમાંક | મહિના | પુસ્તક પરબ લાભાર્થી |
1 | મે | 135 |
2 | જુન | 123 |
3 | જુલાઈ | 239 |
4 | ઓગસ્ટ | 248 |
5 | સપ્ટેમ્બર | 272 |
6 | ઓક્ટોમ્બર | 193 |
7 | નવેમ્બર | 182 |
8 | ડીસેમ્બર | 240 |